ભાણવડમાં ચાર ખેલીઓ પકડાયા

ભાણવડ તાલુકામાં જુગાર રમતા ચાર શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. ભાણવડ તાલુકાના મોડપર ગામના સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા રાજુ ઉર્ફે માઈકલ ભીખાભાઈ ચાવડા, હસમુખ ગોરધનભાઈ જોષી, રમેશ ભીખાભાઈ ચાવડા, વિમલ જેઠાભાઈ ભિંભા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 13,050 ની રોકડ રકમ તથા બે હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 15050/- નો મુદ્દામાલ કબ્જે કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જાહેરનામા ભંગ દ્વારકામાં રહેતા મનોજ આંબાભાઈ ડાભી નામના 30 વર્ષના યુવાનને તેમજ મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા 25 વર્ષના મરાઠા યુવાનને પોલીસે રાત્રીના સમયે કામ વગર બહાર નીકળતા ઝડપીને જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત દ્વારકા તાલુકાના ધીણકી ગામે રહેતા સાવજાભા રાયધરભા સુમણીયા નામના 38 વર્ષનો હિન્દુ વાઘેર યુવાન રૂ. દસ હજારની કિંમતના જી. જે. 12 એ. ક્યુ. 2398 નંબરના ટીવીએસ મોટર સાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા પોલીસે ઝડપી લઈ તેની સામે આઈ.પી.સી. કલમ 185 મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.