બાવળા-બગોદરા પોલીસ દ્વારા અંદાજે ૧ કરોડ ૯૮ લાખ રૂપીયાના વિદેશી દારૂનો કરાયો નાસ

       ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અંદાજે ૧ કરોડ ૯૮ લાખ રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરાયો. બગોદરા પોલીસે વિવિધ ગુનામાં ઝડપેલ ૩૯,૫૮૭ નંગ બોટલો અંદાજે ૧ કરોડ ૫૩ લાખ રૂપીયાનો વિદેશી દારૂ, જ્યારે બાવળા પોલીસે ઝડપેલ ૯,૩૬૯ નંગ બોટલ અંદાજે રૂપીયા ૪૫ લાખ નો વિદેશી દારૂ. આમ બાવળા-બગોદરામાં ઝડપેલ ૪૮ ,૯૫૬ નંગ બોટલનો નાશ કરાયો, અંદાજે કુલ. ૧ કરોડ ૯૮ લાખ રૂપિયાના વિદેશી દારૂ નો નાશ કરાયો. બાવળા પાસે આવેલ બંધ પડેલ અમીધારા રાઈસ મીલમાં કરાયો નાશ વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવી કરાયો નાશ. વિદેશી દારૂનો નાશ કરતા સમયે ધોળકા એ.એસ.પી શ્રી નીતેશ પાન્ડેય સાહેબ, બાવળા મામલતદાર સાહેબશ્રી, બાવળા પી.આઈ. શ્રી આર .જી. ખાંટ સાહેબ, પી.એસ.આઈ શ્રી જી.જી મકવાણા સાહેબ અને બગોદરા પી.એસ.આઈ શ્રી એમ.પી. ચૌહાણ સાહેબ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

( રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર )