ટંકારાના ગજડા ગામે ભુલથી ઝેરી પ્રવાહી પી લેતા મહિલાનું મોત નીપજયું

ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા રવિભાઈ ગેાગરા જાતે આહીરના પત્ની સુમિતાબેન (ઉંમર 27) ને ગઈકાલે ઝેરી અસર થતાં સારવારમાં મોરબીની લાઈફલાઈન હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન સુમિતાબેનનું મોત નીપજ્યું છે જેથી પોલીસને જાણ કરાતા ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવહી હાથધરી છે ટંકારા પોલીસ મથકના પી.એન.ગોહિલે જણાવ્યું હતું કે, સુમિતાબેન ગજડી ગામના જ છે અને તેમના લગ્ન ગામમાં જ રવિભાઈ ગોગરા સાથે થયેલા છે લગ્ન જીવનના ચાર વર્ષ દરમિયાન તેઓને હાલ સંતાન નથી અને સંયુકત પરિવારમાં રહે છે અને ગુરુવારે તેમના સસરાએ હાંડામાં ઝેરી દવાનો છંટકાવ કરવા માટે દવા એાગાળી હતી તેમા પાણી ભર્યા બાદ તે દવાવાળુ પાણી ભુલથી પી લીધુ હતું જેથી સારવારમાં દરમ્યાન તેનું મોત નીપજ્યું છે.