“Pocket Cop” ની મદદ થી વલસાડ જિલ્લાના વાહન ચોર ને શોધી કાઢતી એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્ય

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે. આર. મોથલિયા સાહેબ અમદાવાદ વિભાગ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા મા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા ગુનાઓને શોધી કાઢવા અંગે જિલ્લા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તથા શંકાસ્પદ ઈસમો ઉપર વોચ રાખવા એસ.ઓ.જી શાખા અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી આર જાડેજા સાહેબે આપેલ સુચના તથા માર્ગદર્શન અનુસંધાને જીલ્લા વિસ્તારમાં એસ.ઓ.જી લગત કામગીરીમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ માહિતી મુજબ રોહિતજી ચતુરજી ઠાકોર રહે. ગામ- રીબડી તા.માંડલ જિ-અમદાવાદ નાનો એદલા ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે મળતા જરૂરી પૂછપરછ કરી મોટરસાઈકલના ચેચીસ નંબર અને એન્જિન નંબર આધારે “Pocket Cop” ની મદદથી મોટરસાયકલ નંબર GJ- 15-BR-6718 જેનું એન્જિન નંબર JC73ET1220003 તથા ચેચીસ નંબર ME4JC734KT 122964 ના માલિક ઇમરાન સલીમભાઈ કસલી રહે.૬૭, નિઝામુદ્દીન નગર, ગ્રીનપાર્ક-૪ વલસાડનો હોવાથી તેમજ વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતાં વલસાડ સીટી પો.સ્ટે. જણાવ્યું કે FIR તારીખ ૨૭/૦૭/૨૦૧૮ ના રોજ રજીસ્ટર થયેલ હોવાનું જાણવા મળતા ઉપરોક્ત ઇસમ તથા હોન્ડા સાઇન મોટરસાયકલ ની કિ.રૂ.૪૦,૦૦૦/-ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨,૪૧(૧) ડી મુજબ કબજો લઇ માંડલ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા માટે સોપેલ છે
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર