મૂળી નજીક ખાનગી બસની ઠોકરે 2 વયક્તિઓના મોત

મૂળી તાલુકાના ગઢાદ ગામ પાસે બાઈક ચાલકને લક્ઝરી ના ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળ ઉપર બંને ભાઈઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામ પાસે લક્ઝરી ના ચાલકે પસાર થઈ રહેલા બાઈકના ચાલકને અડફેટે લઈ અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ ઘટના સ્થળ ઉપર બાઈક ચાલક અને તેની સાથે રહેલા બંનેના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા છે.જાણવા મળેલી વિગતો અનુસાર મૂળી તાલુકાના ગઢાદ ગામ ની પાસે ટ્રાવેલ્સની બસ ના ચાલકે બાઈકના ચાલકને અડફેટે લેતા મહેશભાઈ રામજી ભાઇ મકવાણા તેમજ પ્રવીણ ભાઈ રામજી ભાઈ મકવાણા ના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજયા છે ત્યારે મૂળી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે.