લાંચિયા અધિકારી શ્વેતા જાડેજા અને acp સાથે ઇલુ ઇલુ : કોલ ડીટેલમાં માહિતી મળતા વિગત બહાર આવી.શું લાંચમાં acp સંડોવાયેલા છે?

દુષ્કર્મની ફરિયાદ મામલે રૂ. ૨૦ લાખની લાંચ લેવાના કેસમાં હાલ જેલવાસ ભોગવતા પીએસઆઈ શ્વેતા જાડેજાની તપાસમાં એક એવું રસપ્રદ પાસું બહાર આવ્યું છે જે શ્વેતા અને એક એજન્સીના એસીપી વચ્ચે પરસ્પર રોમેન્ટિક સંબંધો કેળવાયા હોય તેના તરફ સ્પષ્ટ ઈશારો થઈ રહ્યો છે. કોલ ડીટેલ્સમાં પીએસઆઈ શ્વેતા એક એસીપી સાથે દિવસમાં અસામાન્ય રીતે અનેક વખત ફોન પર લાંબી વાતો કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.