ચોક્કસ બાતમી આધારે પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેત્રોજ પોલીસ

         પોલીસ અધિક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ મહે.ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી.પી.ડી.મણવર સાહેબ વિરમગામ વિભાગ,વિરમગામ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય, જીલ્લામાં દારૂ,જુગારની બદી સંપુર્ણ પણે નેસ્તનાબુદ કરવા સુચન કરેલ જે અનુસંધાને જે.ડી.દેવડા પો.સબ ઇન્સ. દેત્રોજ તથા પોલીસ ટીમ સાથે વિસ્તારમાં નાઇટ રાઉન્ડમા હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રતનપુરા ગામના લખુભા ઉર્ફે લાલભા અખેરાજસિંહ સોલંકી તથા સહનભા રજુભા સોલંકી નાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી લખુભા ઉર્ફે લાલભા અખેરાજસિંહ સોલંકીના ખેતરના શેઢા પાસે સગેવગે કરેલ છે.તેવી મળેલ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની શીલબંધ બોટલો નંગ-૨૮૮ (૧૮૦ મી.લી ) ની કિંમત રૂપિયા ૨૮,૮૦૦/-નો મુદ્દામાલના સાથે ઝડપી પાડી પ્રોહીબિશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે. આરોપીઓ વિરુદ્ધમાં દેત્રોજ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં દેત્રોજ પો.સ્ટે.ના નીચે મુજબના પોલીસ અધિકારી જોડાયેલા હતા.  પો.સબ.ઇન્સ જે.ડી.દેવડા સાહેબ દેત્રોજ પો.સ્ટેશન તથા એ.એસ.આઇ જીતેન્દ્રકુમાર દલસુખભાઇ તથા પો.કો. વનરાજસિંહ બળવંતસિંહ અનેઅનુપસિંહ ભારતસિંહ

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર