૧૩,૮૦૦/-રૂપિયા રોકડા સાથે પાંચ જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી અમદાવાદ ગ્રામ્ય

જિલ્લામાં દારૂ જુગાર ની અસામાજિક બંધી કડક હાથે ડામી દેવાના હેતુસર થી જિલ્લા પોલીસ વડા શ્રી. આર.વી અસારી સાહેબ શ્રી ના અને જિલ્લાના અધિકારી શ્રી ઓના આ સુચન કરેલ તેના ભાગરૂપે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એન.પટેલ સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે જાડેજા સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.એચ ઝાલા સાહેબ અને એલ.સી.બી ટીમે બાતમીદારોને કાર્યરત કરેલ હતા. તેના ફળસ્વરૂપે પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ પટેલ મને કપિલ દેવ સિંહ વાઘેલા ને મળેલ ચોક્કસ બાતમી ના આધારે થોરી મુબારક ગામે રેડ કરી. તીન પત્તીનો જુગાર રમતા કુલ પાંચ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૩,૮૦૦/-અને જુગારના સાધનો સાથે ભારે જહેમતથી ઝડપી પાડેલ છે.
ઝડપાયેલ જુગારીઓ ના નામ:-
૧) કેશાભાઈ ઉર્ફે કાવાભાઇ મનુભાઈ ઉર્ફે મનહરભાઈ કો.પટેલ
૨) અમૃતભાઇ જયંતીભાઈ કો. પટેલ
૩) ભયરામ ભાઈ ગોરધનભાઈ કો.પટેલ
૪) કનુભાઈ અંબારામભાઈ કો.પટેલ
ઉપરના બધા રહેવાસી.થોરી મુબારક તા.વિરમગામ
૫) ઘનશ્યામભાઈ જામાભાઈ દેવીપુજક(મીડોળીયા) રહે.વડોદ તા.વઢવાણ
આ કામગીરીમા એલ.સી.બીના પો.ઈ.શ્રી ડી.એન પટેલ સાહેબ, પો.સ.ઇ.શ્રી બી. એચ ઝાલા સાહેબ, એ.એસ.આઇ ગિરિરાજ સિંહ સોલંકી,પોલીસ કોન્સ્ટેબલ કપિલ દેવ સિંહ વાઘેલા અને મુકેશભાઈ પટેલ વિગેરે જોડાયેલ હતા.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર