૫૯,૨૦૦/-રૂપિયા રોકડ રકમ સાથે સાત જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી અમદાવાદ ગ્રામ્ય

જિલ્લામાં દારૂ અને જુગારની અસામાજિક બંધી કડક હાથે ડામી દેવાના હેતુસર જિલ્લા પોલીસ વડા શ્રી આર.વી અસારી સાહેબ શ્રી ના ઓ એ જિલ્લાના અધિકારીશ્રીઓને ખાસ સુચના કરેલ તેના ભાગ રૂપે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એન પટેલ સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે. કે જાડેજા સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી. એચ ઝાલા સાહેબ અને એલ.સી.બી તમે બાતમીદારો કાર્યરત કરેલ તેના ફળ સ્વરૂપે પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ વનાર અને મહાવીરસિંહ પઢેરીયા ને મળેલી ચોક્કસ બાતમીના આધારે બદરખા ગામ ની સીમમાં ટેનેરી નામથી ઓળખાતા ખરાબામાં રેડ કરી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા કુલ સાત ઈસમોને રોકડ રકમ રૂપિયા ૫૯,૨૦૦/- અને જુગારના સાધનો સાથે ભારે જહેમતથી પકડી પાડેલ છે.

જુગારીઓ ના નામ:-

 ૧) ભુપેન્દ્રભાઈ હરિભાઈ ઝાલા ઉં.વ.૩૬ રહે. બદરખા ગામ જૂનોવાસ, તા.ધોળકા

૨) ઇશ્વરભાઇ કાનજીભાઈ પરમાર ઉ.વ.૪૦ રહે. બદરખા ગામ વાલ્મીકિવાસ, તા.ધોળકા

૩) બાબુભાઈ મફાભાઈ ઝાલા ઉં.વ.૩૪ રહે.બદરખા ગામ ચામુંડા વાસ, તા. ધોળકા

૪) ભલાભાઇ પસાભાઈ પરમાર ઉં. વ.૩૯ રહે.બદરખાગામ વાલ્મીકિવાસ, તા.ધોળકા

૫) નરેન્દ્રભાઈ મફતભાઈ પરમાર ઉં.વ.૩૦ રહે.ભાતગામ રોહિતવાસ તા.ધોળકા

૬) રાજેશભાઈ રાણજી ચૌહાણ ઉં. વ.૪૭ રહે.તાજપુરગામ તળાવવાળો વાસ તા.સાણંદ

૭) રણજીત કુમાર ઇશ્વરભાઇ ઝાલા ઉ.વ.૩૬ રહે.બદરખાગામ નવી પોળ તા.ધોળકા

    આ કામગીરી કરવામાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. એન પટેલ સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી. એચ.ઝાલા સાહેબ, એ.એસ.આઇ ભરત સિંહ ચૌહાણ ,હેડ કોન્સ્ટેબલ પરસોતમ ભાઈ મેર ,પોલીસ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ પરમાર, કુલદીપ સિંહ ચૌહાણ,મહાવીરસિંહ પઢેરીયા અને જયદીપસિંહ ચાવડા વગેરે જોડાયા હતા.

રિપોર્ટર: ગોહેલ સોહીલ કુમાર