ભાવનગરમાંથી 195 બોટલ શરાબ પકડાયો

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન આનંદનગર, વિમાના દવાખાના રોડ પાસે આવતા જીતેન્દિૃ્ંસહ વજુભા ઝાલા અના. હેડ કોન્સ ને બાતમી મળેલ કે ધનજીભાઇ ઉર્ફે ધનો લાલજીભાઇ મકવાણા રહે. આનંદ નગર,સંત રોહીદાસ નગર, બજરંગચોક, ભાવ નગરવાળાના રહેણાંક મકાનમા તેણે તથા અમીત ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર રહે.મેર રેસીડન્સી ફલેટ,ભરત નગર, સીતારામચોક ભાવનગરવાળા બન્નેએ ભારતીય બનાવટનો દારૂનો જથ્થો છુપાવેલ છે.
તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો એપીસોડ વ્હીસ્કીની બોટલ નંગ-192 કિ.રૂ.57,600/-ની ઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા ધનજીભાઇ ઉર્ફે ધનો લાલજીભાઇ મકવાણા રહે.આનંદનગર,સંત રોહીદાસનગર,બજરંગચોક, ભાવ નગરવાળાના રહેણાંક મકાનમા તેણે તથા અમીત ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર રહે.મેર રેસીડન્સી ફલેટ, ભરતનગર, સીતારામચોક ભાવનગરવાળા બન્ને વાળા વિરૂધ્ધ્માં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમા ગુન્હો નોઘાયેલ છે.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથાએલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા હેડ કોન્સ.સાગરભાઇ જોગદીયા તથા હેડ કોનસ.મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા હેડ કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ તથા હેડ કોન્સ કલ્યાણસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથા ડ્રા.પો. બ્રિજરાજસિંહ ગોહીલ માણસો જોડાયા હતા.