મોડી રાત્રિના માધાપર વિસ્તારમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી.પશ્ચિમ કચ્છ-ભુજ
ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી વાસમ સેટ્ટી રવિ તેજાનાઓની સુચના અન્યવ્યે એલ.સી.બી.ના પોલીસ ઈન્સ્પેકટરશ્રી જે.એન.પંચાલના માર્ગદર્શન તળે એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી એસ.જે.રાણા તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ.ગિરીશભાઈ વાણીયા,પો.હેડકોન્સ.નરેન્દ્ર્સિંહ જાડેજા,તથા સામતભાઈ મહેશ્વરી,મહિપાલસિંહ જાડેજા,વિરેન્દ્રસિંહ જાડેજા,રઘુવિરસિંહ જાડેજા,ડ્રો.મહેન્દ્રસિંહ જાડેજા,અરવિંદ ધાંધર વિ.સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક ઈસમ નામે પ્રભુભાઈ રાજપુરોહિત રહે,માધાપર હાઇવે માધાપર તા,ભુજનાઓ તેના સાગરીતો સાથે માધાપર હાઇવે પર આવેલ ભવાની હોટલના પાછળના ભાગે રેલ્વે ફાટક થી ચંચળ જાય તે રસ્તાથી ડાબી બાજુ મહાપ્રભુ સોસાયટીના પાછળના ભાગે આવેલા એક ભેંસના તબેલા પાસે ખુલ્લી જગ્યામાં એક ટ્રક નં.જી.જે. ૧૨ એ.યુ.૮૯૦૯ વાળીમાં ભારતીય બનાવટનો પરપ્રાન્તીય ઇંગ્લીસ દારૂનો જથ્થો ભરેલ છે અને હાલે તે જગ્યા એ માલનું કટિંગ તથા વેચાણ ચાલુમાં છે.અને જે ઇસમો દારૂ લેવા માટે આવે તેને વેચાણ આપે છે. વિગેરે બાતમી હકીકત અન્વયે મોડીરાત્રીના બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં આરોપીઓ (૧)અક્ષય ભુરાલાલ વ્યાસ (૨)નિતિન ભુરાલાલ વ્યાસ રહે,બંને શિવકૃપાનગર,કચ્છ માર્બલની બાજુમાં મ.નં.૪ભુજનાઓ પકડાઈ ગયેલ જ્યારે આરોપી (૩)પ્રભુ રાજપુરોહિત રહે,માધાપર હાઇવે માધાપર તા.ભુજનાનો તથા અન્ય એક અજાણ્યો ઈસમ અંધારનો તથા બાવળની ઝાડીનો લાભ લઈ નાશી ગયેલ હતા. ઉપરોક્ત ટ્રકમાં કડી ચુનાની બોરીઓ નીચે છુપાવેલ ઇંગ્લીસ દારૂનો જથ્થો મળી આવેલ હતો (૧) બ્લૂમૂડ વ્હીસ્કીની બોટલ નંગ- ૮૨૮ કિ.રૂ.૨.૮૯.૮૦૦ /- તથા ક્રેઝી રોમિયોના ક્વાટરિયા નંગ-૧૪૪૦ કિ.રૂ.૧.૪૪.૦૦૦ /- મળી કુલ રૂ.૪.૩૩.૮૦૦ /- નો પ્રોહી મુદ્દામાલ ટ્રક નં. જી.જે.૧૨.એ.યુ. ૮૯૦૯ વાળીમાં ગે.કા.રીતે પરવાના વગર વેચાણ માટે લઈ આવી કબ્જામાં રાખી હેરાફેરી કરી ટ્રક કિ.રૂ. ૭.૦૦.૦૦૦ /- તથા મોટર સાઇકલ એક કિ.રૂ. ૨૫૦૦૦ /- તથા મોબાઈલફોન નંગ-૨ કિ.રૂ.૧૫૦૦૦/- તથા રોકડા રૂ.૯૬૦ /- તથા દારૂનો જથ્થો છુપાવવા માટે રાખેલ કડીચુનાની બોરીઓ નંગ-૩૦૪ કિ.રૂ.૩૦૪૦/- મળી કુલ રૂપિયા ૧૧.૭૭.૮૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧)અક્ષય ભુરાલાલ વ્યાસ (૨)નિતિન ભુરાલાલ વ્યાસ ઉપરોક્ત બે આરોપીઓ પકડાઈ ગયેલ છે. જ્યારે પ્રભુ રાજપુરોહિત તથા અન્ય એક અજાણ્યો ઈસમ નાસી ગયેલ છે. આ તમામ ઇસમો સામે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તપાસ એલ.સી.બી. ભુજ હસ્તક રાખવામા આવેલ છે. આ પકડાયેલ ઇસમોને મુદત અંદર નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી દારૂનો જથ્થો કયાથી લાવેલ છે. સ્થાનિકના કયા ઇસમો સંડોવાયેલ છે. વિગેરે બાબતે ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.