ગુજરાત રાજ્યમાં દારૂ બંધીના અમલવારીમાં હજી પણ ભુજ શહેરમાં ઠેકઠેકાણે દારૂનો વેચાણ.

ગુજરાત રાજ્યમાં દારૂ બંધીના અમલવારીમાં હજી પણ ભુજ શહેરમાં ઠેકઠેકાણે દારૂ વેચાઇ રહ્યો છે. જેમાં લોટસકોલોનીમાં સાંજે ૬ વાગ્યાથી કરીને રાત્રે ૧૦ વાગ્યા સુધી, જેસ્ટાનગર વિશ્વકર્માની મંદિરની બાજુમાં, ભુજમાં આવેલ કોડકી રોડ પર, ગણેશનગર વિસ્તારમાં ઢેબા ઉપર, ભીડનાકા વિસ્તારમાં ભંગારના વાડા પાસે,આ તમામ વિસ્તારોમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થાય છે.અને દેશી દારૂના અડ્ડા પણ ચાલી રહ્યા છે. આવા બીજા ભુજમાં ઘણા એવા વિસ્તારો છે જયા હજી પણ ખુલ્લે આમ દારૂ વેચાઇ રહ્યો છે. આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તંત્ર આ બાબતે આંખ આડા કાન છે જો આ બાબતે તંત્ર લોક જાગૃતિ લાવે અને આવા ચાલતા લઠ્ઠાકાંડો ઉપર કાર્યવાહી કરે તો તંત્રના ખોફથી આ તમામ જગ્યાએ દારૂનું વેચાણ થતું બંધ થઈ શકે તેમ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *