સાબરકાંઠામાં વધુ એક પ્રેમ કહાની અધુરી રહી ગઈ,વધુ જુઓ શું આવ્યો અંજામ

સાબરકાંઠાના તલોદના મહેલાવ ગામની સીમમાં પ્રેમીએ સજોડે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે અવી છે. ગામની સીમમાં કોતરોમાં બે લાશ પડી હોવાની ગામ લોકોને જાણ થઈ હતી. તેના પછી ગામ લોકોએ તલોદ પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બંને પ્રેમી પંખીડાના મૃતદેહને તલોદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.