જૂનાગઢના જામકા ગામે ક્રાઈમ બ્રાંચ ત્રાટકી : 8 ખેલીઓ પકડાયા

જૂનાગઢથી 30 કિ.મી. દૂર જામકા ગામે જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે જૂનાગઢ એલસીબી પોલીસ ત્રાટકી મકાનમાલિક હિતેષ વિઠ્ઠલ મોરધ્રા, ભાવીન નાગજી ડાભી, થોભણ ઓધડ ઝાપડા, નાથા હરી સીદપરા, અશ્ર્વિન બાવા બડેલીયાને રોકડા 30710 સહિત 73,950 સાથે દબોચી લીધા હતાં. તાલુકા પોલીસને અંધારામાં રાખી ક્રાઈમ બ્રાંચે રેડ કરી હતી.