વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી બગોદરા પોલીસ

ગુજરાત રાજ્યમાં અસામાજીક પ્રવૃતિઓને ડામી દેવા બહારના રાજ્યના સક્રિય બુટલેગરો દ્વારા રાજ્યમાં ચોરીછૂપીથી મોકલવામાં આવતા વિદેશી દારૂની હેરફેર રોકવા માટે મે. પોલીસ નિરીક્ષક શ્રી જે. આર મોથલિયા સાહેબ અમદાવાદ વિભાગ નાઓએ બહારના રાજ્યની ટ્રકો નું હાઈવે રોડ ઉપર સઘન ચેકિંગ કરવા સારુ મૌખિક સૂચના આપેલ તથા મે પોલીસ અધિક્ષક શ્રી આર. વી. અસારી સાહેબ અમદાવાદ ગ્રામ્ય તથા મે. મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાન્ડેય સાહેબ ધોળકા વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ બગોદરા પો.સ.ઈ. શ્રી એમ.પી. ચૌહાણ સાહેબ, તથા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ કુંવરસિંહ તથા પો.કો જયદીપસિંહ ભૂપતસિંહ, સુરેન્દ્રસિંહ જયવીરસિંહ એ બગોદરા ધંધુકા ત્રણ રસ્તા ઉપર બહાર ના રાજ્યો ની ટ્રકોનું ચેકિંગ કરતા હતા તે દરમિયાન એક બંધ બોડી ની ટાટા ટ્રક બાવળા તરફથી આવતા સદર ટાટા ટ્રક ઉભી રાખવી તેના ડ્રાઈવર ને ટ્રક ભરેલ માલસામાન બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન હતો. તેથી ટ્રકમાં ભરેલા માલસામાન વિશે શંકા જતા ટ્રક ની બંધ બોડી ના ભાગે ચેક કરતા મેકડોનલ્સ નં.૧ સુપિરિયર વિસ્કી ની કોઈ બોટલ નંગ ૧૯૦૮ ની કિ. રૂ. ૭,૬૩,૨૦૦/- તથા એપિસોડ ગોલ્ડ વિસ્કી કુલ બોટલ નંગ ૪૬૮ ની કિ. રૂ. ૧,૮૭,૨૦૦/- તથા આર.ટી.ઓ નંબર DL-1-LW-1759 ની કિંમત રૂ.૫, ૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ ૧ કિ. રૂ.૧૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧૪,૫૧,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બગોદરા પોલીસ સ્ટેશન પ્રોહીબીશન નો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

 પકડાયેલા આરોપીઓ:-

૧) રજનીશ મિત્રસેન ધાનક ઉં.વ.૩૬ રહે.નયાગાંવ સાદતનગર, તા. કોસલી જિ. રેવાડી હરિયાણા

૨) સુંદર સુમેરસિંહ વાલ્મીક ઉં.વ ૪૨ રહે. જાલ્લે તા. કોસલી જિ. રેવાડી હરિયાણા

૩) વોન્ટેડ- સંદીપ નામના માણસે જેના પૂરા નામ સરનામા ની ખબર નથી રહે. ઈન્દોર મો.ન.૮૫૬૯૯૩૭૧૯૩ તથા માલ મંગાવનાર તથા તપાસ મા નીકળે તે વિગેરે.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર