ભુજના રેલ્વે સ્ટેશન નજીક ભુતેશ્વર નજીકના મકાનમાંથી ૬ હજાર રૂપિયાની કિંમતના ૧૨૦કિગ્રા ગૌવંશના માસ સાથે ૩ આરોપીની ધરપકડ ૧ નાસી છૂટવામાં સફળ.
ભુજના રેલ્વે સ્ટેશન નજીક ભુતેશ્વર વિસ્તારમાં પોલીસે એક રેહણાંક મકાનમાં દરોડો પાડી ૬ હજારની રૂપિયાની કિંમતના ૧૨૦ કિગ્રા.ગૌવંશના માસ સાથે ૩ આરોપીની ધરપકડ કરી છે જ્યારે ૧ આરોપી નાસી છૂટ્યો છે. બાતમીના આધારે ભુજ બી ડિવિઝન પોલીસે ભુતેશ્વરમાં અશર્રફ ઉર્ફે વલીડો રમજુ મંઘરિયાના ઘરમાં દરડો પાડી ૩ આરોપીને ગૌવંશના માસ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે એફ.એસ.એલ. પશુ તબીબ પાસે ચકાસણી કરાવતા આ માસ વાછરડાના હોવાનું બહાર આવ્યું છે. ઘરમાંથી પોલીસે ૧૨૦ કિલો માસ સાથે વજનકાંટો,કોયતા,છરી વગેરે તેમજ માસની હેરફેરમાં વપરાતી ઓટોરિક્ષા કબ્જે કરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓમાં અશર્રફ રમજુ મંઘરિયા,અજીજ , ઉર્ફે અલીયો સાલેમાદ ત્રાયા રહે, બંને ભુતેશ્વર ભુજ અને અનવર રહે, સંજયનગરી ભુજ ની ધરપકડ કરી છે. દરોડો દરમિયાન ભુતેશ્વર વિસ્તારમાં રહેતો અબ્દુલ નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.