ભચાઉ તાલુકાનાં ચોપડવા બ્રિજ પાસે ૩૨ વર્ષીય યુવકનું કાર અકસ્માતમાં મોત.

ભુજ : ભચાઉ તાલુકાનાં ચોપડવા બ્રિજ પાસે કાર અકસ્માતમાં ભચાઉના ૩૨ વર્ષના યુવકનું મોત થતાં પરિવારજ્નોમાં શોક ફેલાયો હતો.ભચાઉ પોલીસના વિગતો અનુસાર આ અકસ્માત ભચાઉના ચોપડવા બ્રિજ પાસે થયો હતો. ગત રાત્રે બે વાગ્યાના સમય આ જીવલેણ બનાવ બન્યો હતો. જેમાં ભચાઉના રામવાડીમાં રહેતા ધર્મેશ કરશન આહીર ૩૨ વર્ષના પોતાની કારથી જતો હતો. રાત્રિના અંધારમાં સ્ટેરિંગ પર કાબુ ગુમાવતાં બ્રિજ તરફ આગળ જતી ટ્રકની પાછળ કાર ભટકાતા કાર ચાલક યુવકને ગંભીર ઇજાઓ થતાં અને ઘટનામાં ધર્મેશ કરશન આહિરનું કમ કમાટી ભર્યું મોત નીપજયું હતું. બનાવના પગલે ઇન્દ્રસિંહ ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *