ખોલવડમાં 70 વર્ષીય વૃધ્ધાએ એસિડ ગટગટાવી લેતા મૃત્યુ


સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ખોલવડ ગામે રહેતી 70 વર્ષીય વૃધ્ધાએ એસિડ પી લેતા તેનું મોત નીપજયું હતું.આ અંગે મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાનાં ખોલવડ ગામે આવેલ શુભમ રો હાઉસમાં રહેતા દિવાળીબેન બાવનજીભાઈ રાખોલીયા (70) નાઓ ગતરોજ ઘરમાં હાજર હતા તે સમયે કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું જેથી તેમને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે દિવાળીબેનને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.