ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી દેશી શરાબની હેરાફેરી કરતા ઇસમો પોરબંદર એલસીબીના સકંજામાં


ડીજીપી ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા રાજયમાં દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનિ દ્વારા જિલ્લામાં પ્રોહી/જુગારની બદી નાબુદ કરવા ખાસ સૂચના આપેલ હોય જે અનુસંધાને પોરબંદર એલસીબી પીઆઇ એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એમ.ગઢવીએ પો.સ્ટાફ સાથે પોરબંદર શહેર પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.કોન્સ. સલીમભાઇ પઠાણ તથા દિલીપભાઇ મોઢવાણીયાને સંયુકત મળેલ ચોક્કસ હકિકત પોરબંદર ખારવાવાડ ખાતેથી આરોપી કેવલ ઉફેૃ બરેલો દેવજીભાઇ જુંગી (ઉ.વ.20, રહે.ઝુરીબાગ) કલ્પેશ ઉર્ફે કકુ જીતુભાઇ જુંગી (ઉ.વ.20 રહે.ખારવાવાડ પોરબંદર)એ ધૂમસ્ટાઇલથી પલ્સર મોટર સાયકલ નં.જીજે 2પ એબી 1083 કિં.રૂા.30,000માં ગે.કા. વગર પાસ પરમીટે દેશી પીવાના દારૂની એક-એક લીટરની કોથળીઓ નંગ-100 દારૂ લીટર-100 કિં.રૂા.2000 તથા એક મોબાઇલ ફોન કિં.રૂા.500 મળી કુલ રૂા.32,500ના મુદામાલ સાથે પકડાઇ જઇ આ દેશીદારૂ આરોપી હરીશ વેજાભાઇ રબારી (રહે.આદિત્યાણા) પાસેથી લાવી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય જેથી આ અંગે આરોપીઓ વિરૂઘ્ધમાં કિર્તી મંદિર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.