જુની સુંદરપુરીમાંથી 21 હજાર રોકડ સાથે પાંચ ખેલી ઝડપાયા

ગાંધીધામ: ગાંધીધામની જુની સુંદરપુરીમાંથી એ-ડિવિઝન પોલીસે 5 જુગારીઓને રૂ.21,700 રોકડ સાથે એ-ડિવિઝન પોલીસે અને આદિપુરના નવ વાળી વિસ્તારમાં ધાણીપાસાનો જુગાર રમતા 3 ખેલીઓ રૂ.13 હજાર રોકડ સાથે પકડ્યા હતા એક ફરાર થયો હતો. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે જુની સુંદરપુરીમાં ખુલ્લા ચોકમાં અમુક જુગારીઓ બાબુભાઇ ફકીરભાઇ મકવાણા, ભરત બલુભા વાઘેલા, રઝાક જુસબભાઇ અગરિય, નરેશ દેવજીભાઇ મહેશ્વરી અને પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઇ માતંગને રૂ.21,700 રોકડ અને રૂ.2,000 ની કિંમતના 4 મોબાઇલ સહિત કુલ રૂ.23,700 ના મુદ્દામાલ સાથે પકડી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આદિપુર પોલીસે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન 11 વાગ્યાના અરસામાં બાતમીના આધારે નવ વાળી વિસ્તારમાં દરોડો પાડી ધાણી પાસાનો જુગાર રમી રહેલા સુનિલ કિશનચંદ કુરશી, મહેશભાઇ લક્ષ્મણદાસ મખીજા અને નરેશ પરષોત્તમ રાણાને રૂ.13,630 રોકડ રકમ સાથે પકડી લીધા હતા અને દિનેશ રમેશભાઇ ઠક્કર દરોડા દરમીયાન નાસી ગયો હતો. પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.