ભુજમાં જમીન બાબતે યુવાન પર 7 ઇસમોનો ધારીયા- પાઇપ વડે હુમલો

ભુજ:ભુજના સંજોગનગર મોટા પીર રોડ પર રહેતા યુવાનને તેના ઘર પાસે આવેલા અને કબજાના ગાય બકરાના  વાડાને ખાલી કરવા મુદે સાત શખ્સે ધારીયા લોખંડના પાઇપથી માર મારી વાડા અને ઘરમાં તોડ ફોડ કરી ઇજા પહોંચાડતાં પોલીસ મથકમાં આરોપીઓ વિરૂધ રાયોટીંગની કલમ સહિતનો ગુનો નોંધાયો છે.  પ્રાપ્ત વિગતો મુજબ શકુર ફકીરમામદ ખાવરા (ઉ.વ.35)એ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદમાં આરોપી તરીકે સોહેબ દાઉદ ચાનીયા, આશીફ જમાદાર, દાઉદ ચાનીયા, ઇકબાલ બાબુ ચાનીયા, હુશેન બાબુ  ચાનીયા, સાજીદ દાઉદ ચાનીયા અને એક અજાણ્યા શખ્સ સહીત સાત જણા વિરૂધ ગુનો નોંધાવ્યો છે. બનાવ શુક્રવારે રાત્રે સાડા આઠથી નવ વાગ્યા દરમિયાન બન્યો હતો. આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવીને ગાય બકરાના વાડામાં દબાણ કરી ખાલી કરાવવા માંગતા હોઇ સોહેબ ચાનીયા આશીફ જમાદાર અને અજાણ્યો શખ્સ બુલેટ મોટર સાયકલ પર આવીને ફરિયાદી સાથે ધાકધમકી કરીને વાડો હજુ ખાલી કેમ નથી કર્યો કહી લોખંડા પાઇપ અને ધારીયાનો ઉંધો ભાગ મારીને ઇજા પહોંચાડી હતી તેમજ આરોપીઓએ ફરિયાદીના ઘર અને વાડામાં તોડ ફોડ કરી પરિવારના સભ્યોને ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આરોપી સામે રાયોટીંગ અને  ઘરમાં પ્રવેશીને તોડફોડ સહિતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.