દેશમાં સરેરાશ કરતા 6 ટકા વધુ વરસાદ વરસ્યો

ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ઉતર-પુર્વોતર રાજયોને ધમરોળી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં દેશમાં સરેરાશ કરતા છ ટકા વધુ વરસાદ થઈ ગયો હોવાનું જાહેર થયુ છે.
ભારતીય હવામાનખાતાના રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે મધ્ય ભારત, દક્ષિણના ભાગો, પુર્વે તથા પુર્વોતર રાજયો જેવા ત્રણ હવામાન ડીવીઝનોમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા વધુ વરસાદ થયો છે. પરંતુ કાશ્મીર, લદાખ, ઉતરાખંડ, હિમાચલપ્રદેશ, ઉતરપ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી તથા રાજસ્થાનને આવરી લેતા ઉતર પશ્ચિમ ડીવીઝનમાં હજુ સરેરાશ કરતા 19 ટકા ઓછો વરસાદ છે. હિમાચલ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર તથા લદાખમાં સરેરાશ વરસાદમાં નોંધપાત્ર ખાધ છે. જો કે, ઉતર ભારતના રાજયોમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે એટલે આ ખાધ સરભર થઈ જવાની શકયતા છે.