જામનગર જીલ્લામાં કોરોનાનો ક્રૂર પંજો: વધુ 3 દર્દીઓના મોત
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસ ઘાતક સાબિત થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાક માં જામનગર શહેરના બે અને ગ્રામ્ય વિસ્તારના એક સહિત ત્રણ કોરોના ગ્રસ્ત દર્દીઓ ના મૃત્યુ થયા છે. તો આજે છેલ્લા 24 કલાક માં વધુ 15 દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, શહેર ની માફક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણ વધ્યું છે.આથી ગભરાટનો માહોલ છવાયો છે . જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે.દરમ્યાન ગઈકાલે મોડી રાત્રે જામનગર ના 50 વર્ષ ના આધેડ, અને જામનગર ના 55 વર્ષ ના પુરુષ અને ધ્રોલ ના 60 વર્ષ ના મહિલા સહીત 3 દર્દીઓ ના કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા.
તો પોઝિટિવ કેસો મા પણ સતત વધારો થઈ રહ્યો છે . તેમાં છેલ્લા 24 કલાક માં જામનગર જિલ્લામાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ધ્રોલ માં રહેતા વિનોદભાઈ જેઠાભાઇ પાણસરિયા (37), સિક્કા કોલીની માં રહેતા લાલ બાબુકુમાર (30), જામનગર મા દરબારગઢ વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રભાઈ કટારિયા (50) સાધના કોલોની વિસ્તારમાં રહેતા દીપ સોલાણી (25), દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54 માં રહેતા દર્શન કંસારા (ઉંમર 17) કૃષ્ણનગર -એક માં રહેતા રાજેશ જીવરાજભાઈ મેંદપરા (26) અને પટેલ કોલોની વિસ્તારમાં રહેતા સુરેશભાઈ નાણાવટી (65) વગેરે પાંચ જામનગર શહેરના દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ ઉપરાંત, જામજોધપુર ના સમીર મગનભાઈ રાબડીયા (38)અને, ચંપાબેન મગનભાઇ રાબડીયા (65), .જામજોધપુર ના સુરેશભાઇ નથુભાઈ ફળદુ (46), જોડિયા તાલુકાના નેસડા ગામ ના કનુભાઈ દેવરાજભાઈ ડાંગર (37) તેમજ કાનાલુસ ના ઋષિરાજસિંહ વાઘેલા (21) અને લાલબાબુ કુમાર (30), જામનગર તાલુકાના તમાચણ માં રહેતા રસિકબા મધુભા પરમાર (60), જામનગર તાલુકાના ધુળસિયા માં રહેતા અનિલ પંચમતિયા (26) અને સિક્કા માં રહેતા અશોકકુમાર શ્યામલાલ (37) વગેરેનો સમાવેશ થાય છે.આ તમામ દર્દીઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છેજામનગર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 317 નો થયો છે, જ્યારે સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 432ની થઈ છે. જામનગર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓ ના મૃત્યુનો આંકડો 19 નો થયો છે. અને જિલ્લામાં કુલ 28 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.