કામરેજ તાલુકામાં કોરોના બેકાબૂ : નવા 18 કેસ આવ્યા સામે

સુરત જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ કામરેજ તાલુકામાં ચેપગ્રસ્તોની સંખ્યા જોવા મળી રહી છે. આજરોજ બપોર સુધીમાં કામરેજ તાલુકામાં નવા 18 કેસ નોંધાય ચૂક્યા છે. આજરોજ બપોર સુધીમાં જિલ્લામાં 62 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ કામરેજ તાલુકામાં કોરોનાના કેસ જોવા મળ્યા છે. કામરેજ તાલુકામાં નવા 18 કેસ નોંધાય ચૂક્યા છે. જેમાં કામરેજ શ્યામનગર સોસાયટીમાં 65 વર્ષીય વૃદ્ધા, રઘુનંદન સોસાયટીમાં 40 વર્ષીય મહિલા, સ્વપ્નવિલામાં 34 વર્ષીય યુવાન, 55 વર્ષીય મહિલા અને 32 વર્ષીય મહિલા કોરોનાની ચપેટમાં આવ્યા છે. જ્યારે અંજની રો હાઉસમાં 66 વર્ષીય વૃદ્ધ, તાપી કુંજન એપાર્ટમેંટ ગોપાલનગરમાં 65 વર્ષીય વૃદ્ધા અને 15 વર્ષીય સગીરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જોવા મળ્યો છે, જ્યારે ખોલવડ ગામે ખેતીવાડી ફાર્મમાં 29 વર્ષીય મહિલા અને 26 વર્ષીય મહિલા, ખોલવડ ગાયત્રી સોસાયટીમાં 72 વર્ષીય વૃદ્ધ, જોખાં ગામે જયવીરા ફાર્મમાં રહેતી 45 વર્ષીય મહિલા, નવાગામ ભવાની કોમ્પ્લેક્ષમાં 72 વર્ષીય વૃદ્ધા, શ્યામ સંગિની એપાર્ટમેંટમાં 50 વર્ષીય આધેડ, નવાગામ દાદા ભગવાન કોમ્પ્લેક્ષમાં 32 વર્ષીય યુવાન, રાધેક્રિષ્ના સોસાયટીમાં 23 વર્ષીય યુવાન, નવસર્જન સોસાયટી નવાગામમાં 46 વર્ષીય યુવાન જ્યારે મંગલદીપ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય યુવાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા આ તમામને સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.