લોકડાઉન બાદ કામધંધો ન ચાલતા વધુ એક યુવાનની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા

લોકડાઉન બાદ ધંધા રોજગાર ઠપ થઈ ગયા બાદ અનેક પરિવાર આર્થિક ભીંસમાં સપડાઈ ગયા છે. કેટલાક આ આર્થિક સંકડામણથી કંટાળી આપઘાતની વાટ પકડી રહ્યા છે.ત્યારે શહેરના રાજનગરમાં રહેતા મરાઠી યુવાને લોકડાઉન બાદ કામ ધંધો બરોબર ચાલતો ન હોઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજનગર શેરી ન. 4 માં રહેતો યોગેશ વાસુદેવ નવાઠે (ઉ.વ 44) નામનો યુવાન આજરોજ સવારના સુમારે નહાવા જવાનું કહી ઘરમાં ઉપરના રૂમમાં ગયા બાદ ખાસો સમય થયા બાદ પણ તે આવતા તેના મોટાભાઈએ દરવાજો ખટખટાવતા તે ન ખોલતા શંકા જતા દરવાજો તોડીને જોતા યુવાને પંખાના હુકમાં ફાંસો ખાઈ લીધો હોવાનું માલુમ પડ્યું હતું બાદમાં તેને નીચે ઉતાર્યો હતો.બાદમાં તબીબે તપાસ કરતા યુવાનને મૃત જાહેર કર્યો હતો.બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આપઘાત કરી લેનાર મરાઠી યુવાન ત્રણ ભાઈના પરિવારમાં મોટો હતો.તેને સંતાનમાં પુત્ર હર્ષિલ(ઉ.વ 20) તથા શુભમ (ઉ.વ 14) છે.પત્નીનું નામ પ્રતીક્ષા છે.યુવાન તેના ભાઈ સાથે ઇમિટેશનનું કામ કરતો હતો.પણ લોકડાઉન બાદ કામ બરોબર ચાલતું ન હોઈ તેની ચિંતામાં આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું.