૨૪૨૬ કંપનીઓએ લોકોની બચતના ૧.૪૭ લાખ કરોડ બેંકો પાસેથી લૂંટી લીધા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વચ્ચેનું વાક્યયુધ્ધ ચાલુ જ છે. સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા કોંગ્રેસ પર પ્રશ્નોનો મારો થાય છે. તો જવાબમાં કોંગ્રેસ તરફથી પણ પ્રશ્નોની ઝડી વરસાવાય છે. હવે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્રની મોદી સરકાર પર સવાલોના તીર છોડયા છે.રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ૨૪૨૬ કંપનીઓએ લોકોની બચતના ૧.૪૭ લાખ કરોડ બેંકો પાસેથી લુંટી લીધા છે. તેમણે સવાલ કર્યો છે કે શું આ સરકાર આ લુંટની તપાસ કરીને અપરાધીઓને સજા કરશે? કે તેમને પણ નીરવ અને લલિત મોદીની જેમ ફરાર થઈ જવા દેશે? ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ રાહુલ ગાંધી આ મુદ્દે હુમલો કરી ચૂકયા છે.