મોટી ગોપ ગામે જાહેરમાં જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા

જામનગર: જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે સ્થાનીક પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 3260ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામ સામે જુગારધારાઓ મુજબ તેમજ માસ્ક નહિ પહેરતા જાહેરનામાં ભંગ સબબ કાર્યવાઈ કરવામાં આવી હતી.
જામજોધપુર તાલુકા મથકથી 30 કિમી દુર આવેલ મોટી ગોપ ગામે ગઈ કાલે સાજે સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં મેઘાભાઇ પેથાભાઇ પાથરની વાડીમા સીતાફળીના ઝાડ નીચે જાહેરમા જુગાર રમી રહેલા મેઘાભાઇ પેથાભાઇ પાથર તેમજ માંડાભાઇ નથુભાઇ પાથર જાતે સગર ઉ.વ.55 ધંધો ખેતી રહે. મોટી ગોપ તા- જામજોધપુર જી.જામનગર, દીલીપ કારાભાઇ પાથર ઉ.વ.26 ધંધો-ખેતી રહે. મોટી ગોપ તા- જામજોધપુર જી.જામનગર, જીવાભાઇ નથુભાઇ પાથર જાતે સગર ઉ.વ.57 રહે. મોટી ગોપ તા- જામજોધપુર જી.જામનગર વાળા સખ્સોને પોલીસે રૂપિયા 3260ની રોકડ સાથે તીન પતિનો જુગાર રમતા તેમજ મોઢે માસ્ક નહી પહેરી સોસીયલ ડીસ્ટન્સનુ પાલન નહી કરતા પકડી પડયા હતા.