ઉત્તરાખંડમાં આભ ફાટયું : ૩ના મોત નિપજ્યાં

દેહરાદુન: ઉત્તરાખંડના પિથૌરાગઢમાં આભ ફાટવાને કારણે અનેક ઘર જમીનદોસ્ત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહિંયા ત્રણ લોકોનો મોત થયા છે અને ૯ લોકો ગુમ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વિસ્તારમાં બે દિવસો સુધી ભારે વરસાદ વરસી શકે છે. રવિવારે ભારે વસાદ બાદ અહિંયા મુન્સયારીના ટાગા ગામ અને બંગાપાનીના ગેલા ગામમાં આભ ફાટ્યું હતું જેને કારણે ગણતરીના સેકન્ડોમાં મકાન જમીનદોસ્ત થઈ ગયા હતા. ગેલા ગામમાં કાટમાળની નીચે દટાઈ જવાને કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા અને અન્ય ૩ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઉપરાંત ટાગા ગામમાં ૯ લોકો ગુમ છે અને એક વ્યકિત ઈજાગ્રસ્થ થયા હોવાના એહવાલ પ્રાપ્ત થયા છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના હરિદ્વાર પૌડી ગઢવાલ, નૈનીતાલ અને બાગેશ્વરમા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.