ગાંધીનગરમાં પત્નીએ પતિને રોમેન્ટિક ગેમ રમાડવાના બહાને આંખે પાટા બાંધી છરીના ઘા ઝીંકયા બાદ….

ગાંધીનગર : ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના ગાંધીનગરમાં બની હતી. ગાંધીનગરમાં એક પત્નીએ પોતાનાં પતિને ઝેર આપ્યું છતા તે મર્યો નહી એટલે ક્રાઇમ સિરિયલની જેમ પોતાના પતિ સાથે બેડરૂમમાં રોમાન્ટિક વાતો કરીને તેની આંખે પાટા બાંધી દીધા હતા અને રમત ચાલુ કરી હતી. પતિ પણ પત્નીની વાતોમાં આવીને આંખે પાટા બાંધી દીધા હતા. પાટા બાંધતાની સાથે જ પત્નીએ તેના પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. ચાકુ એટલા ઝનુનથી મરાયા હતા કે પતિના આંતરડા પણ બહાર નિકળી આવ્યા હતા. આ ઉપરાંત મહિલા રોજ સીઆઇડી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોતી હોવાનાં કારણે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસ પકડથી તે બચી શકી નહોતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.