ભાવનગર આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભાવનગર રેન્જનુ ખનીજ માફીયા ઉપર સફળ ઓપરેશ દાઠા તાબેના ખંઢેરા ગામના દરીયા કાંઠે ગેરકાયદેસર રેતી ખનન કરતા કુલ-૭ ઇસમોને રેતી ભરવાનુ લોડર, ટ્રેકટરો સહિત કુલ કિ.રૂ. ૩૦,૨૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગેરકાયદેસર રીતે થતી ખનન પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ તથા ખનીજ માફીયાઓને પકડી પાડવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે *આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા સ્ટાફના માણસો ગઇકાલે દાઠા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાદરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે દાઠા તાબેના ખંઢેરા ગામના દરીયા કાંઠે ગેરકાયદેસર રેતી ખનન કરતા ઇસમો (૧) દિક્ષીતભાઇ રમેશભાઇ ચૌહાણ ઉ.વ.૧૯ રહેવાસી-ફુલસર ગામ, તા.તળાજા જી.ભાવનગર (૨) અરવિંદભાઇ જીણાભાઇ બારૈયા ઉ.વ.૩૫ રહેવાસી-ખંઢેરા ગામ, તા.તળાજા જી.ભાવનગર (૩) વિપુલસિંહ દશરથસિંહ રાઠોડ ઉ.વ.૨૧ રહેવાસી-ખંઢેરા ગામ, તા.તળાજા જી.ભાવનગર (૪) કિશોરભાઇ સામંતભાઇ શિયાળઉ.વ.૨૮ ધંધો-ડ્રાયવીંગ રહે.ફુલસર ગામ તા.તળાજા જી.ભાવનગર (૫) વિજયસિંહ મહિપતસિંહ રાઠોડ ઉ.વ.૨૮ રહેવાસી-ખંઢેરા ગામ તા.તળાજા જી.ભાવનગર (૬) જગદીશભાઇ ગોબરભાઇ ઢાપા ઉ.વ.૩૩ રહેવાસી- ખંઢેરા ગામ વાડી વિસ્તારતા.તળાજા જી.ભાવનગર (૭) ચંદુભાઇ ધીરૂભાઇ ઢાપા ઉ.વ.૩૦ રહેવાસી- આંમળા ગામ, તા.તળાજા જી. ભાવનગરવાળાને ખનન કરેલ રેતી આશરે-૩ ટન, કિં.રૂા.૧૫૦૦/- તથા રેતી ભરવાનુ લોડર-૧ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા ટ્રેકટર (ટ્રોલી સહિત) વાહનો-૩ કી.રૂા.૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૯ મળી કુલ રૂા.૩૦,૨૯,૬૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ ઇ.પી.કો.કલમ-૩૭૯,૧૧૪ તથા MMDR કલમ-૨૧ મુજબદાઠા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે આમ ખનીજ માફીયાઓમાં હાલ ફફડાટ વ્યાપી ગયેલ છે.આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબ તથા સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા ત્રિભોવનભાઇ સોલંકી તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા બાબાભાઇ હરકટ તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા સોહીલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા તથા એઝાઝખાન પઠાણ તથા નિલમબેન વીરડીયા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.
એજાદ સેખ રીપોર્ટર