ખનીજ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબનામાર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૦૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯, એમ.એમ.ડી.આર. એકટ કલમ ૨૧ વિ. મુજબના  ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હિતેષભાઇ દેવજીભાઇ માધડ ઉ.વ.૨૭ રહેવાસી-દેવળીયા (ચકકરગઢ) ગામ, તા.જી.અમરેલીવાળાને દેવળીયા (ચકકરગઢ) ના પાટીયા પાસેથી તા.જી.અમરેલી ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.  આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા પો.કોન્સ. જયેશભાઇ ધાધલ તથા ડ્રાઇવર મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.

એજાદ સેખ રીપોર્ટ