અનેક ઘરફોડ ચોરીઓમા સંડોવાયેલ અને છેલ્લા ત્રણ મહીનાથી ઘોઘારોડ પો.સ્ટેના ચોરીના ગુન્હામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી રાજકોટ શહેરની ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીઓનાં તથા અન ડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તાઠરમાં વણશોધાયેલ ચોરીનાં તથા અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓ અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાટન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન બોરડીગેટ પાસે આવતા ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે ઘોઘારોડ પો.સ્ટે.ફ.ગુ.ર.ન૧૦૭૨/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૫૭ ૩૮૦ ૫૧૧ ના કામે નાસ્તો-ફરતો આરોપી વસીમ ઉર્ફે લંધો રહે.અપ્સરા સીનેમા ભાવનગરવાળો દિપકચોક ખાતે એક કાળા કલરની પ્લા.ની તેલીમા મુદામાલ સાથે ઉભા છે.જેઓની પાસે રહેલ થેલીનો માલસામાન ચોરાઉ અથવા છળકપથી મેળવેલ હોવાની શંકા છે. જેથી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેનું નામ સરનામું પુછતા વસીમ ઉર્ફે લંધો સ/ઓ ગફારભાઇ બબ્બર જાતે-મુસ્લીમ ઉ.વ.૨૬ રહે.અપ્સરા સિનેમાની પાછળ,ભાવનગરવાળો મળી આવતા મજકુર ઇસમ પાસેથી એક કાળા કલરની પ્લા.ની થેલીમા ચાંદીની તથા અન્ય છુટક ચિજવસ્તુ કુલ કિ.રૂ.૨૨,૩૦૦/- નો મળી આવેલ.ઉપરોકત મુદામાલ અંગે આઘાર પુરાવા માગતા મજકુર ઇસમ પાસે નહી હોવાનુ જણાવેલ અને ફર્યુ ફર્યુ બોલે છે જેથી ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનુ જણાઇ આવતા સદરહુ મુદામાલની કિ.રૂ ૨૨,૩૦૦/- ગણી ચોરાઉ/શક પડતી મિલ્કત સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ શક પડતી મિલકત ગણી કબ્જે કરવામા આવેલ તેમજ મજકુર ઇસમને હસ્તગત કરી આ અંગે ઘોઘારોડ પો.સ્ટે.ફ.ગુ.ર.ન ૧૦૭૨/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૫૭ ૩૮૦ ૫૧૧ ના કામે નાસ્તો-ફરતોહોય જેથી ઘોઘારોડ પો.સ્ટે સોંપી આપેલ છે. મજકુર ઇસમની સઘન પુછ પરછ કરતા મજકુર ઇસમ ઘોઘારોડ પો.સ્ટે.ફ.ગુ.ર.ન ૧૦૭૨/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૫૭ ૩૮૦ ૫૧૧ ના કામે નાસ્તો-ફરતો હોવાનુ અને ઉપરોકત મળી આવેલ મુદામાલ બાબતે પુછપરછ કરતા *સદરહુ મુદામાલ ચાર પાંચ દીવસ પહેલા રાત્રીના સમયે રાજકોટ શહેર ભુતખાના ચોકથી રામનાથ પરા સોની બજાર જવાના રસ્તા ઉપર આવેલ એક બંધ મકાનમાથી ચોરી કરેલની કબુલાત આપેલ છે.
*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં એ.એસ.આઇ પરાક્રમસિંહ ગોહીલ તથા હે.કો વનરાજભાઇ ખુમાણ તથા હેડ કોન્સ સાગરભાઇ જોગદીયા તથા હેડ કોન્સ ભયપાલસિંહ ચુડાસમા તથા હેડ કોન્સ જયરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ રાજપાલસિંહ સરવૈયા તથા પો.કોન્સ.સંજયભાઇ ચુડાસમા તથા પો.કોન્સ વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઇમ્તીયાજખાન પઠાણ તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા જયદીપસિંહ ગોહીલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.