આ રાજ્યમાં હવે માસ્ક નહી પહેરનારને એક લાખનો દંડ ફટકારાશે

દેશમાં કોરોના ભયાનક સ્થિતિ સર્જાઈ રહી છે. વાયરસ હવે આગની જેમ ફેલાઈ રહ્યો હોવાથી કોરોનાના સંક્રમણના કેસ પણ વધી રહ્યા છે.કોરોના સામે લડી રહેલી રાજ્ય સરકારો જાત-જાતના ઉપાય કરી રહી છે.તેમાં હવે ઝારખંડ સરકારે તો માસ્ક નહી પહેરનારાને એક લાખ રુપિયા દંડ ફટકારવાની જાહેરાત કરી છે.ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યુ હતુ કે, માસ્ક નહી પહેરવા પર એક લાખ સુધીનો દંડ થઈ શકે છે અને તે માટે પહેલા કેસ કરવામાં આવશે.બીજી તરફ લોકડાઉનના નિયમો તોડનારને બે વર્ષની જેલ પણ થઈ શકે છે.ઝારખંડમાં કોરોનાના અત્યાર સુધીમાં 6700 કેસ સામે આવી ચુક્યા છે. જેના પગલે ઝારખંડ સરકારે હવે માસ્ક નહી પહેરનારને તોતિંગ દંડ ફટકારવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 12 લાખને પાર જતી રહી છે. જેમાંથી 4.26 લાખ જેટલા એક્ટિવ કેસ છે અને 29000 ઉપરાંત લોકો ભારતમાં આ વાયરસના કારણે જીવ ગુમાવી ચુક્યા છે.