બાતમી આધારે જુગાર રમતા ઈસમોને પકડી પાડતી ધોળકા રૂરલ પોલીસ

મ્હે.આઈ.જી.સાહેબ અમદાવાદ રેન્જ તથા મ્હે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આર.વી.અસારી સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામાં પ્રોહી-જુગારની ગે.કા પ્રવ્રુતી સદંતર નેસ્તનાબુદ કરવા સૂચના આપેલ. તેમજ મદદનીશ પોલીસ અધિ.શ્રી ધોળકા વિભાગ ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ  એ.બી.અસારી સાહેબ પોલીસ ઈન્સ્પેક્ટર ધોળકા રૂરલ પો.સ્ટે નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ ડી.એસ.ઝાલા સાહેબ ના પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી-જુગારની બદી નેસ્ત-નાબુદ કરવાસતત પ્રયત્નશીલ હતા. તે દરમિયાન આજરોજ મોજે સાથળ ગામે વાઘરીવાસમા મેલડી માતાજીના મંદીર ની બાજુમા સ્ટીટ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમી રમાડતા હોવાની ડી-સ્ટાફને મળેલ પાકી બાતમી આધારે પો.સ્ટેથી સદર મળેલ બાતમીવાળી જગ્યાએ જઈ જુગાર અંગેની રેઈડ કરવા સમજ કરતા સદર જગ્યાએ જઈ જુગાર રમતા દસ ઈસમો ૧)રણજીતભાઇ વજુભાઇ દેવીપુજક

૨)રમણભાઇ ગોરધનભાઇ દેવીપુજક

૩) અનિલભાઇ ગણપતભાઇ દેવીપુજક

૪)રણજીતભાઇ સંગ્રામભાઇ દેવીપુજક

૫)ગણપતભાઇ ઉકાભાઇ દેવીપુજક

૬)ખોડાભાઇ ભગુભાઇ દેવીપુજક

૭)પશાભાઇ પોપટભાઇ દેવીપુજક

૮)ગુલાબભાઇ છગનભાઇ દેવીપુજક

૯)અજયભાઇ દિનેશભાઇ દેવીપુજક

૧૦)અજયભાઇ ગણપતભાઇ દેવીપુજક તમામ રહે.સાથળ તા.ધોળકા જી.અમદાવાદ નાઓને રોકડ રકમ કુલ રૂ. ૨૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોળકા રૂરલ પો.સ્ટે જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારીઓ:-

૧) પો.ઇન્સ.એ.બી.અસારી

૨) પો.સ.ઇ. ડી.એસ.ઝાલા

૩) અ.હે.કોન્સ.બદ્રીભાઈ નારણભાઈ

૪) પો.કો શક્તિસિંહ ભૂપેન્દ્રસિંહ ૫) પો.કો ક્રુષ્ણસિંહ ભગવતસિંહ ૬) પો.કો જયદિપસિંહ ભુપેન્દ્રસિંહ

૭) પો.કો વનરાજસિંહ ખુમાનસિંહ

રિપોર્ટર: ગોહેલ સોહીલ કુમાર