તળાજા તાબેના રામપરા ગામ નજીક પીકઅપ વાહનમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૯૮ કિ.રૂ. ૮૯,૪૦૦/- તથા પીકઅપ વાહન તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ. ૨,૯૭,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા તળાજા પોલીસ
ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબનીસુચના તથા માર્ગદર્શન મુજબ ગત રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે તળાજા પો.સ્ટે.ના સ્ટાફના માણસો સાંકડાસરનં-૧ ગામના પાટીયા પાસે વોચમાં હતા દરમ્યાન બાતમીવાળુ પીકઅપ વાહન આવતા જેને રોકવાની કોશીષ કરતા પીકઅપ વાહનના ચાલકે વાહન સાંકડાસર થી રામપરા જવાના કાચા રસ્તે નળમાં ચલાવી ભાગવાની કોશીષ કરતા જેનો પીછો કરીને રામપરા ગામ નજીક પકડી પાડી જે મીની અશોક લેલન્ડ પીકઅપ વાહન નંબર-GJ-04-AW-2482 માં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૨૯૮ કી.રૂા. ૮૯,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂા. ૮૦૦૦/- પીકઅપ વાહન-૧ કી.રૂા. ૨,૦૦,૦૦૦/- વિ. મળી કૂલ કી.રૂા. ૨,૯૭,૪૦૦/-ના મુદામાલ સાથે આરોપીઓ (૧) ધવલભાઇ ગજાનંદભાઇ બારૈયા ઉ.વ.૨૫ રહેવાસી-પીપરલા ગામ, તા.તળાજા જી.ભાવનગર (૨) ગોપાલભાઇ સુખાભાઇ બારૈયા ઉ.વ.૨૭ રહેવાસી-સથરા ગામ, તા.તળાજા જી.ભાવનગર (૩) અમીત ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર ઉ.વ.૨૪ રહેવાસી-ઘર નંબર-૩/ઇ મેર રેસીડેન્ટ સીતારામ ચોક, ભાવનગરવાળા સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે તળાજા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા ત્રિભોવનભાઇ સોલંકી તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ તેમજ તળાજા પો.સ્ટે.નો સ્ટાફ જોડાયો હતો
એજાદ સેખ રીપોર્ટર