રાજકોટ મધ્યસ્થ જેલ માંથી પેરોલ જંપ કરેલ ખુને કેસનો પાકા કામની સજા પામેલ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ  તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર  છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

            સોનગઢ પો.સ્ટે.ના I-ગુ.ર.નં.-૨૭/૨૦૧૫ IPC કલમ-૩૦૨ વિ. મુજબના ગુનાના પાકા કેદી નંબર ૪૬૫૭૭ રવીભાઇ ભોપાભાઇ ખસીયા ઉ.વ.૨૫ રહે.સણોસરા ગામ તા.સિહોર,જી.ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૫ની સાલમાં પકા કામના કૈદી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમ્યાન મજકુર આરોપીને હાલમા કોરોના વાયરસની મહામારીના કારણે સરકારશ્રી તરફથી મને દીવસ ગઇ તા.૧૦/૦૪/૨૦૨૦ થી તા.૧૦/૦૬/૨૦૨૦ દીન-૬૦ ની રજા મંજુર કરેલી અને પેરોલ રજા ઉપર રાજકોટ મધ્યસ્થ જેલ માંથી મુકત કરવામાં આવેલ અને તા. ૧૦/૦૬/૨૦૨૦ ના રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપી  જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ

            ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો ભાવનગર ના વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલનો પકા કામનો  આરોપી રવીભાઇ ભોપાભાઇ ખસીયા ઉ.વ.૨૫ રહે.સણોસરા ગામ તા.સિહોર જી.ભાવનગર વાળો વલ્લભીપુર એસ.ટી બસ સ્ટેશન પાસે ઉભો હોવાની બાતમી મળતા જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો વલ્લભીપુર એસ.ટી બસ સ્ટેશન જઇ મુજકર પેરોલ જંપ કરનાર પાકા કેદી નંબર ૪૬૫૭૭ રવીભાઇ ભોપાભાઇ ખસીયા ઉ.વ.૨૫ રહે.સણોસરા ગામ તા.સિહોર જી.ભાવનગરવાળાને પકડી લઇ તેની અટકાયત કરી રાજકોટ મઘસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.

             આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા  તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ સાગરભાઇ જોગદીયા તથા પો.કો અરવીંદભાઇ બારૈયા તથા પરેલો ફર્લો સ્કોડ ના પો.કો ઇમ્તીયાઝભાઇ પઠાણ તથા પો.કો જયદીપસિંહ ગોહીલ તથા શકિતસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

એજાદ સેખ રીપોર્ટર