અમરેલીનાં દુષ્કર્મનાં ગુનાનો શખ્સ પકડાયો
અમરેલી શહેરની સગીરા ઉપર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય કરનાર આરોપીને એસપીની સુચનાથી એસઓજીએ ધારીનાં બસ સ્ટેન્ડ વિસ્રતામાંથી દબોચી લીધો છે. વિગત એવા પ્રકારની છે કે, અમરેલીની એક સગીરા ઉપર મુંબઈનાં ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેતા ખાનગી બસનો કલીનર કમલેશ ઉર્ફે બોમ્બે ભગવાનભાઈ ચિત્રોડાએ વારંવાર બળાત્કાર અને સૃષ્ટિ વિરૂઘ્ધનો ગુન્હો કર્યાની ફરિયાદ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયનાં માર્ગદર્શનતળે એસઓજીનાં પીએસઆઈ એમ.એ. મોરી સહિતનાં સ્ટાફે આરોપીને ઝડપી લઈ સીટી પોલીસને સોંપી દેતા સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.