ઝાલાવાડમાંથી 23 ખેલીઓ પકડાયા
પાટડી તાલુકાના શેડલા અને સુરેલમાં તથા સુરેન્દ્રનગર શહેરમાં પોલીસે જુગાર અંગે દરોડા કર્યા હતા. જેમાં 23 શખ્સોને રોકડ, મોબાઇલ સહિત 2,84,710 ની મત્તા સાથે ઝડપી લઇ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ છે.સુરેન્દ્રનગરની ફિરદોષ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા સલીમ કાળુભાઇ ભટ્ટી, જાકીર બાબુ ચૌહાણ, ફિરોઝ શાહબુદ્દીન મુલતાની, રેહાના રફીક કોડીયા, મુની અલારખા સંધી, લક્ષ્મી પરસોત્તમ રવોદરા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપિયા 4610, 4 મોબાઇલ કિંમત રૂપિયા 5 હજાર સહિત રૂપીયા 9610નો મુદ્દામાલ કબજે લઇ એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ એમ.એમ.ઉત્તેળીયા ચલાવી રહ્યા છે. શેડલામાં તળાવની પાળે જુગાર રમતા શેડલાના શબીરભાઇ ઈસાભાઇ સિપાઇ, વિરમગામના મયુદિન મુસા વાટીયા, મોહસીન બાબુ મંડલી, મહમદ શાહરૂખ રેમતુલા મંડલી, ઇલિયાસ યુસુફ શેખ અને મયુદિન મહેબુબ મન્સુરી, શંખેશ્વરના બેચરજી બચુજી ઠાકોર અને ધનજી મણીરામ સાધુ, વણોદના મોહિનખાન હસુભા મલેક, હનીફ અલુભાઇ જુણેજા, ફિરોજ ભીખા ચૌહાણ અને ભરત ગણપત પટેલ, સવલાસના બાબજીરાજ અમીરખાન મલેક, ધ્રાંગધ્રાના શીવમ મહેશ કણઝરીયા, અખીયાણાના અયુબ અનવર મલેર ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂ. 58800, મોબાઇલ નંગ- 11, કિંમત રૂ. 14500 અને ઇકો કાર કિંમત રૂ. 2 લાખ મળી કુલ રૂ. 2,73,300નો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો.આ દરોડામાં બજાણા પીએસઆઇ એમ.કે.ઇસરાની સહિતનો સ્ટાફ જોડાયો હતો. જયારે સુરેલ તળાવ પાસે જુગાર રમતા ઝીંઝુવાડાના ગોવુભા હેમંતસિંહ ઝાલા અને સુરેલના વિક્રમ હરજીભાઇ ઠાકોર રૂ. 1800ની રોકડ સાથે ઝડપાતા ઝીંઝુવાડાના એન.એ.ગઢવી તપાસ ચલાવી રહ્યાં છે.