દરેડ ગામે વગર ડીગ્રી પ્રેકટીશ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
જામનગર પાસે દરેડ ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ફેસ ત્રણમાં કોઈ પણ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતા એક બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી પંચકોશી બી ડીવીજન પોલીસે શરુ કરી છે. પોલીસે આરોપી પાસેથી થોકબંધ દવાઓનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર નજીક લાલપુર રોડ પર આવેલ દરેડ ગામે ગઈકાલે એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં દિપાલી ક્લીનીક નામના દવાખાનામા દર્દીઓની સારવાર કરતા પ્રદિપભાઈ વ્રજલાલ મોરારજીભાઈ ચાવડા નામના 52 વર્ષીય સખ્સ કોઈ પણ ડીગ્રી વગર જ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા મળી આવ્યા હતા. પોલીસે આ શખ્સના કલીનીક પરથી એલોપથી દવાઓ, ગ્લુકોઝના છ નંગ બાટલા અને ઇન્જેક્શન સહિતનો સમાન કબજે કર્યો હતો. પોલીસે આરોપી ઘોડા ડોક્ટર સામે મેડીકલ પ્રેક્ટીશનર્સ એકટ 1963 ની કલમ 30 મુજબ ફરિયાદ નોંધી છે આ પ્રકરણમાં પંચકોશી બી ડીવીજન પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.