ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ભાઈ કોરોના પોઝીટીવ


ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ભાઈ કોરોના પોઝીટીવ જાહેર થતાં તેમના સમગ્ર કુટુંબને ક્વોરેન્ટાઈન થવાની ફરજ પડી છે અને તમામના ટેસ્ટ પણ કરવામાં આવશે. પ્રકાશ પાટીલ છેલ્લા બે-ત્રણ દિવસથી અસ્વસ્થ હતા અને તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં પોઝીટીવ જાહેર થયા છે.
હાલ તેઓ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રકાશ પાટીલના ડ્રાઈવર પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને તેઓ સતત પાટીલ પરિવાર સાથે હતા અને તેથી સમગ્ર પાટીલ પરિવાર માટે ચિંતા વધી ગઇ છે. હાલ તો તેઓ અલગ અલગ આવાસમાં ક્વોરેન્ટાઈન થઇ ગયા છે અને તપાસ રિપોર્ટ માટેની તૈયારી છે.
જો કે સી.આર. પાટીલ ખુદ હાલ ગાંધીનગરમાં છે અને તેથી તેઓ પોતાના પરિવારને હાલ મળ્યા નહીં હોવાથી તેઓ સલામત હોવાનું માનવામાં આવે છે. છતાં તેઓ પોતે રિપોર્ટ કરાવશે તેવા સંકેત છે.