શ્રાવણીયા માસમા ચાલતી જુગાર પ્રવુતી પકડી રોકડ રકમ ૫,૫૦૦/- ના મુદ્દામાલ હસ્તગત કરતી સાણંદ જી.આઇ.ડી.સી. પોલીસ ટીમ અમદાવાદ ગ્રામ્ય

2ee5df38-740c-48da-9761-8d090691d331

અમદાવાદ: મહે.રેન્જ આઇ.જી.પી સાહેબ શ્રી તથા પોલીસ અધીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની સુચનાથી તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી કે.ટી.કામરીયા સાહેબ સાણંદ વિભાગ સાણંદ નાઓના માર્ગદર્શન અનુસાર શ્રાવણીયા માસમા ચાલતી જુગાર રમવાની પ્રવુતી શોધી રેઇડો કરી જુગારના વધુમાં વધુ કેસો કરવા પો.ઇન્સ ડી.જે.વાઘેલા નાઓને સુચનાઓ માર્ગદર્શન આપવામાં આવેલ અને જે માર્ગદર્શન  અનુસંધાને સાણંદ જી.આઇ.ડી.સી.પો.સ્ટે નાઓએ પો.સ્ટેના માણસોને ટીમ બનાવી જુગારની પ્રવુતિઓ ઉપર વોચ તપાસ રાખી ખાનગીરાહે બાતમી મેળવી જુગારના વધુમાં વધુ કેસો કરવા પોલીસના માણસોને સુચનાઓ આપવામાં આવેલ જે સુચના અન્વયે સાણંદ જી.આઇ.ડી.સી.પો.સ્ટે ના સ્ટાફ નાઓને મળેલ ખાનગી હકીકત આધારે મોજે. ઝાંપ ગામે નિશાળની બાજુમાં ખુલ્લી જગ્યામા તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા (૧) વિષ્ણુભાઇ કાવાભાઇ પટેલ (૨) છનાભાઇ કોદાભાઇ પટેલ (૩) વિનોદભાઇ ખુશાલભાઇ ગોહેલ (કો.પટેલ) (૪) લક્ષ્મણભાઇ કાળુભાઇ કો.પટેલ(૫) રમેશભાઇ ડાહયાભાઇ ગોહેલ (૬) બચુભાઇ વરજાંગભાઇ ગોહેલ (૭) લક્ષ્મણભાઇ નાનુભાઇ ગોહેલ (૮) કરમણભાઇ ગગજીભાઇ કો.પટેલ (૯) ધનજીભાઇ દયારામભાઇ બારૈયાતમામ રહે. ઝાંપ ગામ તા.સાણંદ જી.અમદાવાદ નાઓ ગોળાઇમાં બેસી જુગાર રમતા જણાતા, સદરી ઇસમોને કોર્ડન કરી પકડી સદર ઇસમોની અંગ ઝડતી માંથી મળી આવેલ રોકડ રૂ. ૫,૧૩૦/- તથા દાવ ઉપરના રૂ. ૩૭૦/-મળી કુલ કિ.રૂ. ૫,૫૦૦/- ના મુદૃામાલ સાથે પકડી સદર ઇસમો વિરૂધ્ધમા જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરી જુગારનો સફળ કેસ કરતી સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ ટીમ.

કામગીરીમા જોડાયેલ પોલીસ સ્ટાફ-

૧) પો.ઇન્સ ડી.જે.વાઘેલા

૨) એ.એસ.આઇ રાજદેવસિંહ મૈસુરસિંહ 

૩) અપોકો જયપાલસિંહ દેવેન્દ્રસિંહ

૪) અપોકો મહેશભાઈ પરષોત્તમભાઈ

૫) અપોકો દિપકકુમાર મથુરભાઇ

૬) અપોકો મુકેશભાઈ દેવશીભાઈ

૭) અપોકો રણજીતભાઈ વલાભાઈ

૮) અપોકો વિષ્ણુભાઈ તરસંગભાઈ

૯) આપોકો ઉમેદભાઈ મોતીભાઈ તથા

સાણંદ-GIDC પોલીસ ટીમ

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર