ગુજરાતનાં બજારોમાં વેચાતાં નકલી સૅનિટાઇઝર આપણાં માટે જોખમી સાબિત થઈ શકે છે?

કોરોના વાઇરસના સંક્રમણની મહામારી બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સૅનિટાઇઝરની માગમાં મબલક વધારો નોંધાયો છે. હવે લગભગ દરેક વ્યક્તિ કોરોના વાઇરસથી બચવા માટે પોતાની પાસે સારી ગુણવત્તાનું સૅનિટાઇઝર હોય એવો આગ્રહ રાખે છે.કેટલાક મીડિયા અહેવાલો પ્રમાણે વેચાણમાં અચાનક થયેલા વધારા અને સતત વધતી જતી માગને પગલે સૅનિટાઇઝરના ઉત્પાદનમાં ગેરરીતિના કિસ્સા સામે આવવા લાગ્યા છે.આવી જ એક ગેરરીતિ ત્યારે સામે આવી જ્યારે ગુજરાતના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશ (FDCA) દ્વારા પરવાનગી વગર આલ્કોહૉલયુક્ત સૅનિટાઇઝર બનાવતા એક યુનિટ પર દરોડો પાડી 34.38 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.આવી જ રીતે અવારનવાર સ્થાનિક મીડિયામાં નકલી સૅનિટાઇઝર ઉત્પાદિત કરનાર અને વેચનાર લોકો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરાયાના અહેવાલો પ્રકાશિત થયા કરે છે. જે પૈકી ઘણા કિસ્સામાં તો સૅનિટાઇઝરના નામે માત્ર રંગીન પાણી બૉટલમાં ભરીને વેચાતું હોવાનું સામે આવ્યું છે.જ્યારે અમુક કિસ્સામાં ગેરરીતિ આચરીને બનાવાયેલાં હલકી ગુણવત્તાવાળા સૅનિટાઇઝરના વેચાણ દ્વારા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાતાં હોવાનું પણ સામે આવ્યું છે.ગુજરાતમાં વેચાતાં સૅનિટાઇઝરોની ગુણવત્તા બાબતે તપાસ કરવા માટે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે વાત કરી હતી.જેમાં ગુજરાતનાં બજારોમાં વેચાઈ રહેલાં નકલી સૅનિટાઇઝરોનાં જોખમો અંગે કેટલીક વિગતો સામે આવી હતી.

-સૂત્રોના મધ્યમથી