મુંદરાના બારોઈ ગ્રામ પંચાયત દ્વારા રૂ.૧૦ લાખના ખર્ચે ગટર લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

મુંદરાના બારોઈ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મુંદરાના બારોઈમાં આવેલ હર્ષાનગર બાપા સીતારામ સોસાયટી અને રૂષભનગરમાં ગટર લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ અંદાજીત રૂ.૧૦ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. આ સાથે જે વિકાસના કામો બાકી રહ્યા છે. તે પણ પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.આ નિમિતે સરપંચ શ્રી જીવણજી ભાઈ જાડેજા,તાલુકા પંચાયતના ઉપસરપંચ ડાયાલાલભાઇ આહીર,બારોઈ ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી ભોજરાજભાઈ ગઢવી તથા પંચાયતના સભ્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા હાજર રહ્યા હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦ :૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *