મુદામાલ રૂ.૧૦,૧૨૦ નો ગણનાપાત્ર હાથકાપનો જુગાર પકડી પાડતી બોરતળાવ પોલીસ

મ્‍હે.નાયબ પોલીસ મહાનિરક્ષક  અશોકકુમાર યાદવ સા. ભાવનગર વિભાગ ભાવનગરનાઓ તરફથી દારૂ/જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્‍વયે ભાવનગર જિલ્લાના મે. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમજ ના.પો.અધિ. એમ.એચ.ઠાકર સાહેબની સીધી સુચના આધારે બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્‍સ. કે.એમ.રાવલ સા.ની સુચનાથી પો.સ્‍ટાફનાં માણસો હેડ કોન્સ ભૈરવદાન ચંડીદાન, ચેતનસિંહ રેવતુભા, તથા પો.કો અતુલભાઇ કનુભાઇ, કરણસિંહ માલુભા, ધર્મદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ કનકસિંહએ રીતેનાં પો.સ્‍ટે. વિસ્‍તારમાં ભાદરવી અમાસ નીમીતે જુગાર ડ્રાઇવ સબબ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન હકીકત મળેલ કે, ફુલસર ખારા વિસ્તાર પાસે આવેલ વેલનાથ પ્રોવીજન સ્ટોરની આગળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો જાહેરમાં પૈસા-પાના વતી તીનપતીનો હાથકાપનો જુગાર રમે છે તેવી બાતમીનાં આધારે રેઇડ કરતા સદરહું જગ્યાએથી નં (૧) જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (૨) મનજીભાઇ પ્રાગજીભાઇ ચૌહાણ (૩) અરવીદસિંહ કેશુભા રાઠોડ (૪) જગદીશભાઇ બચુભાઇ રાઠોડ (૫) મયુરભાઇ હરેશભાઇ ભટ્ટ રહે તમામ ભાવનગરવાળાઓ કુલ રોકડ રૂપીયા ૧૦,૧૨૦/- ના મુદૃામાલ સાથે પકડાઇ જઇ પાંચેય ઇસમો વિરૂધ્ધ જુ.ધા. કલમ ૧૨ મુજબનો ગુન્‍હો કરતા તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

એજાજ શેખ રીપોર્ટર