પાલીતાણાના માલપરા ગામની સીમમાંથી વિદેશી દારૂની સહિત કુલ કિ.રૂ. ૨,૪૨,૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો
ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ આજરોજ વહેલી સવારના સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે પાલીતાણા ટાઉન પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ માલપરા ગામની સીમમાં કિશોરભાઇ શેઠની વાડીની ઓરડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૭૯૨ કી.રૂા. ૨,૩૭,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ સહિત કુલ કિ.રૂ.૨,૪૨,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપી વિપુલભાઇ સુરેશભાઇ ભાલીયા ઉ.વ.૨૪ રહેવાસી-હાથીયાધાર, પાલીતાણા જી.ભાવનગર વાળાને પકડી પાડી મજકુર શખ્સ તથા રેઇડ દરમ્યાન નાસી ગયેલ આરોપી (૧) અજયભાઇ ઉર્ફે વાડી ધીરૂભાઇ કોળી (૨) હનીફ ઉર્ફે હનો લાખાણી રહેવાસી-પાલીતાણા તથા એક અજાણ્યો ઇસમ વિગેરે ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
રિપોર્ટર બાય – એઝાજ શેખ