ગાંધીનગરના સિસ્મોલોજી સેન્ટરની યાદી મુજબ ગત મધરાત્રે 3.22 કલાકે ખાવડાથી 18 કિલો મીટરના અંતરે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશાએ 15 કિલો મીટર ઉંડાઇમાં રિખ્ટર સ્કેલ પર 3.4નું કંપન નોંધાયું હતું. વાગડ ફોલ્ટમાં આવી રહેલા નાના-મધ્યમ કંપન વચ્ચે ખાવડા પાસે 3.4ના આંચકા સાથે ધરતી ધણધણી હતી. મધ રાત્રે આવેલા આ કંપનનો લોકો મીઠી ઉંઘ માણી રહ્યા હોવાથી અનુભવ ન થયો હોવાનું જાણવા મળ્યું હતું. મધ્યમ પ્રકારનો આંચકો આવ્યો તે સમયે લોકો ઉંઘમા હોતાં ધરાની ધ્રૂજારી અનુભવાઇ ન હોવાનું આ પંથકમાંથી જાણવા મળ્યું હતું. આ પૂર્વે ગુરૂવારે સાંજે 6.28 કલાકે દુધઇથી 23 કિલો મીટરના અંતરે 2.7નું કંપન નોંધાયું હતું.