કોરોનાએ કચ્છમાં પંજો ફેલાવ્યો છે ત્યારે ફરી કચ્છમાં મંગળવારે નવા ૩૫ કેસો નોંધાવા પામ્યા હતા.જે અત્યાર સુધીમાં એક દિવસ ના અંક મુજબ સર્વોચ્ચ છે. જેમાં, અંજાર- ૯, ભચાઉ-૩, ભુજ-૭, ગાંધીધામ-૯, માંડવી-૫ અને નખત્રાણા તાલુકામાં ૨ કેસો નોંધાવા પામ્યા હતા. દરમિયાન અંજારની ઈન્ડિયા કોલોનીમાં રહેતા ૪૨ વર્ષિય દુર્ગાભાઈ શુકલાનો કોરોનાએ ભોગ લીધો હતો.ગત રોજ ૬ ઓગસ્ટના તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હોતા જનરલ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા.