આખા દેશમાં આજે ગણેશ ચતુર્થી ઉજવાશે .જેમાં આ વખતે કોરોના મહામારીના કારણે કોઈ ઉત્સવ ઉજવવામાં આવશે નહીં. સરકારની ગાઈડલાઈન મુજબ માત્ર મંદિરોમાં જ લોકો દર્શન માટે જઈ શકશે તથા મંદિરના સંચાલકો દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવશે. જે મુજબ કેરા ગામે આવેલા દહીંસરા રોડ પરના પ્રખ્યાત મંદિર કપુરીયા ગણેશનો થયો છે. જેમાં 24 ગામના લોકો આ મંદિરમાં દર્શન માટે આવે છે અને સંચાલકો દ્વારા મંદિરમાં સેનેટાઈઝર ,માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવામાં આવ્યું છે. આ મંદિર લગભગ ૬ થી ૭ એકરમાં વિકસેલું છે અને હાલ તેમનું સંચાલન મંદિરના પ્રમુખ શિવજીભાઇ કરી રહ્યા છે.