મુંદરાના આપઘાત દુપ્રેરણ કેસમાં બે ની ધરપકડ
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ મુન્દ્રાના આપઘાત દુપ્રેરણ કેસમાં બે શખ્સોના નામ ખૂલતાં તેમની અટક કરવામાં આવી છે . અને આ બંને આરોપીઓની જામીનની માંગણી કોર્ટ સમક્ષ ચાલી રહી છે. ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોને મુંદરાની રાજગોર સમાજવાડી ખાતે આશ્રય આપવાના મામલે અપાતા શારીરિક ત્રાસથી ત્રસ્ત બનીને અહીંના નીતાબેન મહેશભાઇ રાજગોર દ્વારા આત્મહત્યા કરી લેવાના પ્રકરણમાં વધુ બે વ્યક્તિની સંડોવણી ખૂલતાં તેમની પોલીસે ધરપકડ કરી છે. હાલે આ બન્ને માટે જામીનની કરાયેલી માગણી અદાલત સમક્ષ ચાલી રહી છે.’ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ પ્રકરણમાં જે પાંચ વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાવાઇ હતી તે પાંચેયને આગોતરા જામીન મળી ચૂકયા છે. દરમ્યાન તપાસમાં મુંદરાના વર્ધમાનનગર ખાતે રહેતા કિરણ બાબુ કોટિયા અને સંજય નાનજી પરમારની સંડોવણી ખૂલતાં પોલીસે તેમની ધરપકડ કરી છે. ચકચારી બનેલા આ કિસ્સાની તપાસ પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખાને સોંપવામાં આવી છે. ધરપકડ કરાયેલા બન્ને આરોપી માટેની જામીન અરજીમાં જિલ્લા અદાલતમાં તારીખ પડી છે.”