દહેજ અને દિકરાની માંગણીથી કંટાળી પરિણીતાએ પોલીસની મદદ માંગી

આધુનિક યુગમાં પણ આજે દિકરા-દીકરી વચ્ચેનો ભેદ પરિવારમાં સામે આવે ત્યારે ભોગ બનનાર પોલીસ સ્ટેશને મદદ માટે પહોચે છે. ગોમતીપુરની એક પરિણીતાને તેના સાસરિયા બે દીકરી હોવાથી સતત દિકરા માટે મેણા-ટોણા મારતા હતા. જેથી આખરે પોતાની દીકરીઓ માટે એક માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, મીરા(નામ બદલ્યું છે) ના લગ્ન તેના સમાજના યુવક સાથે રીત રિવાજ પ્રમાણે થયા હતાં. લગ્ન બાદ શરૂઆતમાં બધું વ્યવસ્થિત ચાલતું હતું. આ દરમિયાન મીરાને એક દીકરીનો જન્મ આપ્યો અને સાસરિયાના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો હતો.
થોડા સમય બાદ મીરા ફરી ગર્ભવતી થઈ અને તેને બીજી દીકરીનો જન્મ અપ્યો પણ હવે તેને તેના પતિ અને સાસરિયા સતત પરેશાન કરતા હતા. રોજ દિકરાને જન્મ કેમ ન આપ્યો અને દહેજ માટે સતત મેણા મારતા હતા. આખરે મીરાએ પોતાની દીકરી કોઈ ભાર નથી અને તેને મળતા રોજ રોજના માનસિક ત્રાસથી કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.